રાજ્યમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદી સીઝન રહ્યા બાદ હવે ચોમાસા ના આગમન પહેલાં અરબી સમુદ્ર માં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર કર્ણાટક વચ્ચે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી દિવસોમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે ગુજરાતના દરિયકાંઠા પર વાવઝોડું ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે આ હવામાન વિભાગ ની આગાહીને પગલે રાજ્યના તમામ પોર્ટ વિસ્તારમા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.ત્યારે મોરબીજિલ્લા સહિત રાજ્યના દરિયાઈ કાઠા ધરાવતાં જિલ્લાના અલગ અલગ પોર્ટમાં એલર્ટ જાહેર કરી તેને લગતા સિગ્નલ લગાવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નવલખી પોર્ટ માં પણ આજે એક નંબર નું સિગ્નલ લગાવાયું છે.

