મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા કાંતિ નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા એક આધેડ 15 દિવસ પહેલા મોરબીના નવા બસ સ્ટેશન પાસે બેઠા હતા ત્યારે ત્રણ સાધુ જેવા દેખાતા શખ્સ આવ્યા હતા અને ચલમ પીવડાવી હતી બાદમાં અજાણ્યા વાહનમાં તેને જૂનાગઢ લઇ ગયા હતા.જયાંથી તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ બેભાન કરી દિધો હતો થોડી કલાકો બાદ જ્યારે ભાનમાં આવ્યો તો તેને પ્રાઇવેટ પોર્ટમાં દુખાવો થતા ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાદમાં બે ત્રણ દિવસ ત્યાં આમ તેમ ભટકાઈ એનકેન રીતે પોતાના ઘરે આવી ગયો હતો ઘરે આવ્યાં બાદ પણ તેને ગુપ્તાંગ ભાગમાં દુખાવો થતો હતો પરંતુ કોઈને જાણ કરી ન હતી ગઈ કાલે અસહ્ય પીડા થતા તેના ભાઈને જાણ કરી હતી જે બાદ તેઓ તાત્કાલિક રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તેની હજુ સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં સિવિલ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા નિવેદન લઇ મોરબી એ ડિવિઝન પોલીસ મથક જાણ કરી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી અને ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી

