મોરબી જીલ્લાના ખેતી ક્ષેત્રે સમૃદ્ધ એવા હળવદ તાલુકામાં હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તો બાગાયતી પાકનું પણ સારા એવા પ્રમાણમાં વાવેતર થયું છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરતા હતા જેથી આ મુદે ખેડૂતો દ્વારા ધારાસભ્ય અને ભાજપ આગેવાન અજય રાવલને રજૂઆત કરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ખેડૂતોની રજૂઆતને પગલે ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ રણછોડભાઈ દલવાડી અને ભાજપ આગેવાન અજય રાવલ દ્વારા મુખ્ય મંત્રીને આ મુદે મળી મૌખિક રજૂઆત કરી હતી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને ભાજપ આગેવાનની રજૂઆતને પગલે આજે મુખ્ય મંત્રી દ્વારા નર્મદા નિગમને સુચના આપી હળવદ પંથકમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવા જણાવ્યું હતું જે બાદ ઢાકી સંપથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું જે હવે હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચી જતા ખેડુતોમાં ખુશીની લ્હેર છવાઈ ગઈ છે. પાકને ખરા સમયે પિયત માટે પાણી મળી જતા ખેડૂતોએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને અજયભાઈ દલવાડીનો આભાર વ્યક્ત કર્યો હતો

