મોરબી શહેરના સામા કાઠા વિસ્તારમાં આવેલ જુના હાઉસિંગ બોર્ડના એક રહેણાંક મકાનમાં બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે આખા મકાનને પોતાની ઝપટમાં લઇ લીધુ હતું જેના ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીના મારો ચલાવી આગ પર કાબુમા લઇ લીધી હતી આ મકાન જગદીશભાઈ બાબુ ભાઈ નામના ચપ્પલના વેપારી દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં વેચાણ માટે ખરીદેલા રૂ 5 લાખના ચપ્પલનો જથ્થો રાખવામાં આવ્યો હતો જે તમામ જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો બનાવને પગલે આસપાસના વિસ્તારમાં થોડી વાર માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો જોકે ફાયર વિભાગની સતર્કતાથી આગ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી જેના પગલે કોઈ જાનહાની પણ થઈ ન હતી

