HomeGujaratમોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ

મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ

મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ એક ગામની સગીર વયની દીકરી સાથે એક શખ્સે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવમાં ભોગ બનનારના પરિવારજને નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુધ પોક્સોએ એક્ટ તેમજ આઈપીસી 376 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની મળતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરીવારની 17 વર્ષની સગીર વયની દીકરી સાથે નવા સાદુંળકા ગામના મુકેશ ઉર્ફે ધારા સાદુરભાઈ સોમાણી નામના શખ્સે 7 મહિના પહેલા લલચાવી ફોસલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.આરોપીની આ કરતુતથી સગીરા ગર્ભવતી બની હતી. જે અંગેની પરિવારજનોને જાણ થતા સગીરાના પરીવારના સભ્યે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને ફરિયાદ નોધાયાના ગણતરીની ક્લાકમાં આરોપીને ઝડપી લઈ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW