HomeGujaratમોરબીની ફૂટબોલ ટીમે તમિલનાડુમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો

મોરબીની ફૂટબોલ ટીમે તમિલનાડુમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો

તમિલનાડુ ખાતે યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં મોરબીજિલ્લામાંથી સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ખેલાડીઓ પણ જોડાયા હતા અને આ ટુર્નામેન્ટ માં મોરબી ની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી ફાઈનલ મેચ સુધી પોતાનું સ્થાન બનાવ્યું હતું.અને ફાઈનલ મેચમાં પણ કર્ણાટકની ટીમ પણ જોરદાર દેખાવ કરી છેલ્લી મિનિટો સુધી રસાકસી જાળવી રાખી હતી જોકે છેલ્લી મિનિટમાં કર્ણાટકની ટીમ દ્વારા ગોલ કરવામાં આવતા મોરબીની ટીમ મેચ હારી ગઈ હતી.જોકે ટુર્નામેન્ટ માં સારું પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો.

મોરબીની સોકર સ્ટાર એકડમીના ખેલાડીઓને રાજકોટના કોચ મેહુલ રાણાએ અથાગ મહેનત કરાવી આ લેવલ સુધી પહોચાડવામાં મોરબી જિલ્લા ફૂટબોલ કોચ મુસ્તાક સુમરા, મેહુલ રાણા, વાંકાનેરના ફૂટબોલ કોચ બન્ટી સરનો પણ ખૂબ ફાળો રહ્યો છે. ભવિષ્યમાં મોરબી જિલ્લાની ટીમ આવુ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી મોરબી અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે એવી આશા સાથે તમામ ખેલાડીઓ, કોચ, મેનેજર અને જે-તે સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW