રાજ્યમાં 2014માં નવા બનેલા જિલ્લા સહિતના 8 જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અગાઉ પગૃહ વિભાગ દ્વારા જિલ્લા સ્તરે સર્કલ પી આઈ કચેરીના બદલે ડીવાયએસપી કચેરી ફાળવવાની કરાયેલ જાહેરાતના ભાગરૂપે આજે ગૃહ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે
ગૃહ વિભાગ દ્વારા મોરબી જિલ્લા મોરબી એસ ડી પીઓ માંથી અલગ કરી વાંકાનેરમાં નવી એસ ડી પીઓ કચેરીની જાહેરાત કરવમાં આવી છે આ ઉપરાંત અરવલ્લી જિલ્લા મોડાસા એસડીપીઓમાંથી નવી બાયડ એસડીપીઓ ને મંજુરી આપવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુરમાંથી બોડેલી,મહીસાગર જિલ્લામાં લુણાવાડામાંથી સંતરામપુર એસડીપીઓ તાપી-વ્યારા જીલ્લામાં વ્યારા એસડી પીઓ માંથી વધુ નિઝર એસડીપીઓને, દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના એસડીપીઓ માંથી નવા દ્વારકા એસડીપીઓ જયારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ એસડીપીઓ માંથી અલગ ઉના એસડીપીઓ કચેરીને મંજૂરી આપવામાં આવી છે
ગૃહ વિભાગની જાહેરાત મુજબ દરેક એસ ડી પીઓ કચેરીમાં એક ડીવાયએસપી,એક પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સીનીયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને પ્યુન સાહિતના સ્ટાફ ફાળવાશે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 ડી વાય એસપી કચેરી ની અલગ અલગ 72 જગ્યા ઉભી કરશે અને તેના માટે રૂ 3.10 કરોડની મંજુરી આપવામાં આવી છે

