HomeGujaratમોરબીના મહાનગર પાલિકા બનાવવા ફરી પ્રયાસો, કલેકટરે 10 ગામના સરપંચને બોલાવ્યા

મોરબીના મહાનગર પાલિકા બનાવવા ફરી પ્રયાસો, કલેકટરે 10 ગામના સરપંચને બોલાવ્યા

જિલ્લાની સૌથી મોટી એવી મોરબી નગર પાલિકાની વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે.મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વસ્તી માં સતત વધારો થઈ રહ્યો છે.જેના કારણે વિસ્તારમાં જરૂરિયાત પણ દિન પ્રતિદિન વધી રહી છે.  મોરબી પાલિકામાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને સ્વભંડોળ સહિત ની આવક મર્યાદિત હોય જેના કારણે અનેક વિકાસ કામની ગતિ ધીમી હોવાની ફરિયાદ ઊઠી છે.સિરામીક અને અન્ય ઉદ્યોગ થકી રાજ્ય  અને કેન્દ્ર સુધી કરોડોનો ટેકસ આપતા શહેરના વિકાસ માત્ર માટે મોરબી પાલિકાને  મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માગણી ઉઠી છે ત્યારે સરકાર તરફ થી  અંગે ફરી હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.ત્યારે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાથી વિરોધ ન ઉઠે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.  ત્યારે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મહાનગર પાલિકા જાહેર થાય અને કોઈ ગ્રામ્ય વિસ્તાર તરફથી વિરોધ ન થાય તે માટે પાણી પહેલા પાળ બાંધવા નું આયોજન કરાયું છે અને તેના ભાગરૂપ મોરબીને મહાનગર બનાવવા માટે આજુબાજુના 10 ગામોના સરપંચને મોરબી કલેકટર કચેરીમાં અભિપ્રાય માટે પણ બોલાવવામાં આવ્યા છે.આ અગાઉ પણ શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબીને મહાનગર પાલિકા બનાવવા માટે વસ્તી વિસ્તાર તેમજ અન્ય જરૂરી માહિતી મગાવવામાં આવી હતી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW