તાજેતરમાં દેશભરમાં ચર્ચા જગાવનાર મહાઠગ કિરણ પટેલને ઝડપી લેવાની ઘટના હજુ તાજી છે. ત્યારે આવી એક ઘટના મહારાષ્ટ્રમાં.ઘટી છે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વતની નીરજ સિંહ રાઠોડ નામના શખ્સે પોતાને ભાજપ ના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડા નો પી એ ની ઓળખ આપી મહારાષ્ટ્ર માં ભાજપ ના એક ધારાસભ્યને એક નાથ સિંદે સરકારમાં મંત્રી બનાવી દેવાની લાલચ આપી હતી અને તેના માટે રૂપિયાની માગણી કરી જે બાદ ધારાસભ્યએ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
મધ્ય નાગપુર બેઠકના ધારાસભ્ય વિકાસ કુંભાર દ્વારા આરોપી નીરજસિંહ રાઠોડ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધારાસભ્યએ રાઠોડને નાણાં આપ્યા ન હતા.પરંતુ બીજા કોઈ ધારાસભ્ય દ્વારા રૂપિયા આપી દીધા હતા.પોલીસે આરોપી વિરૂધ્ધ આઇપીસી 420 હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.
જોકે મોરબી ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો આવી કોઈ વ્યક્તિને ન ઓળખતા હોવાનો દાવો કર્યો હતો.ત્યારે આ વ્યક્તિ ખરેખર કોણ છે અને કેવી રીતે મહારાષ્ટ્રના ધારાસભ્યના સંપર્કમાં આવ્યો તે અંગે પણ તપાસ થાય તે બાદ જ સત્ય સામે આવી શકશે.