મોરબી શહેરના વિસીપરામાં આવેલ કુલી નગર વિસ્તરમાં રહેતા ડીમ્પલબેન હિતેશભાઈ રાઠોડ નામની મહિલા થોડા દિવસ પહેલા તેમની બહેનપણી મુમતાઝબેન નોતિયારના પુત્રીના લગ્ન પ્રસંગમાં ગઈ હતી મુમતાઝના પતિ રમજાનને ઇમરાન નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો જેમાં ઈમરાનને ઈજા પહોચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા અને આ વાત નું મનદુઃખ રાખી બિલાલ હુસેન ભટ્ટી અને અબ્બાસ અબ્દુલ બચડ નામના શખ્સ મહિલાના ઘરે ધરિયા અને ધોકા લઈને દોડી ગાય હતા અને મારા માસીયાઈના ઘરે જતા નહી તેમ કહી ધમકી આપી ગાળો બોલી ઘરની બહાર પાર્ક કરેલ બાઈકમાં તોડ ફોડ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી .

