HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી ૧૬૯ વિદેશી સિગારેટ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ૧૬૯ વિદેશી સિગારેટ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેર શનાળા રોડ પર આવેલ શુભ રેસ્ટરન્ટના પાછળના ભાગે આવેલ અંકુર સોસાયટી માં એક શખ્સ જાહેરમાં પ્રતિબંધિત વિદેશી સિગારેટમાં વેચાણ કરતો હોય અને આ સિગારેટના કોઈ બીલ કે આધાર પુરાવા ન હોય આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ધ્રૃવભાઇ ભુપેન્દ્રભાઇ મીરાણી નામના શખ્સને આધાર વગર વિદેશી બનાવટની સીગારેટ DJARUM BLACK .પાકીટ નંગ-૧૦ તથા GUDANG GARAM સીગારેટ પેકેટ નંગ- ૧૪૦ તથા ERINMORE FLAKE સીગારેટ પેકેટ નંગ-૫ તથા DAVIDOTT CLASSIC સીગારેટ નંગ-૧૮ મળી કુલ સીગારેટ પેકેટ નંગ ૧૬૯ ની મળી કુલ રૂ.૧૬,૯૦૦/-ની વિદેશી સીગારેટના બોકસ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW