આજના સમયમાં પરિવારના જન્મ દિવસ કે અન્ય શુભ પ્રસંગ હોય ત્યારે લોકો કેક કટિંગ મોટી પાર્ટી કરતા હોય છે તો કેટલાય લોકો ને હોટેલમાં જમવા જવા તેમજ બીજા લખલુંટ ખર્ચા કરતા હોય છે . આવા સમયે લોકો સેવાકીય પ્રવૃત્તિ તરફ પ્રેરાય તે જરૂરી છે ત્યારે આવી એક પહેલા મોરબી તાલુકાના ખેવારીયા ગામના પૂર્વ સરપંચ પ્રફુલભાઈ હોથીના પુત્ર પ્રિન્સ હોથીનો આજે જન્મ દિવસ નિમિતે શહેરના સદભાવના વૃદ્ધાશ્રમમાં રૂ.5100નું દાન આપી નિરાધાર વૃદ્ગોને જમાડયા હતા. પુત્રના જન્મ દિવસ નિમિતે આ સેવાકાર્ય કરી પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

