હળવદ તાલુકાના માથકથી લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવતા પતિ પત્નીને કવાડિયાના પાટીયા પાસે એક કાર ચાલકે ઠોકર મારી ગંભીર ઈજા પહોચાડી હતી જે બાદ તેઓને તાત્કાલિક 108 મારફતે હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દંપતીની હાલત ગંભીર હોવાથી બન્નેને સુરેન્દ્રનગર સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા જોકે તેઓને સુરેન્દ્રનગર સારવાર મળે તે પહેલા બન્નેના રસ્તામાં બંનેના મોત થયા હતા.આ બનાવમાં પોલીસે કાર ચાલક વિરુધ્દ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ કુવાડીયા ગામના જીલ્લાભાઈ ચારોલા અને તેજુબેન ચારોલા ગત સોમવારે સાંજે માથક ગામે લગ્ન પ્રસંગેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કવાડિયા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવતી કારનું ટાયર ફાટતા કાર બે કાબુ બની હતી અને બાઈકને અડફેટમાં લેતા બંને પતિ પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા જોકે સુરેન્દ્રનગર પહોંચે તે પહેલા જ બંનેના મોત નીપજ્યા હતા જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી અને ફરાર થયો હતો જોકે બનાવથી ચાર પાંચ કિલોમીટર દૂર કારચાલક કાર મુકીને નાસી ગયો હતો.બનાવને પગલે હળવદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી હાલ આ બનાવમાં પોલીસે કારચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધખોળ શરુ કરી છે

