HomeGujaratમહાઠગ કિરણ પટેલે GPCBનું લાયસન્સ ઝડપથી અપાવી દેવાનું કહી મોરબીના વેપારીને 42...

મહાઠગ કિરણ પટેલે GPCBનું લાયસન્સ ઝડપથી અપાવી દેવાનું કહી મોરબીના વેપારીને 42 લાખનો ચૂનો લગાવ્યો

મોરબીના જોધપર ગામના વતની અને ભરતભાઈ મગનભાઈ પટેલ નામના વેપારીને વર્ષ 2017માં બીજોટીક લાઈફ સાયન્સ પ્રાઈવેટ લીમીટેડ નામની ખારચિયા ખાતે એક ફેક્ટરી શરુ કરવાની હતી અને તેના માટે જીપીસીબીનું લાયસન્સ મેળવવાનું હતું તેઓં આ માટે તેઓ જરૂરી કાર્યવાહી કરતા હતા તે દરમિયાન તેઓ મહાઠગ કિરણ પટેલ તેમના સંપર્કમાં આવ્યો હતો તેણે પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપી હતી અને બે મહિનામાં લાયસન્સ આપવાનું કહી તેમની પાસેથી રૂપિયા ખંખેરવાનું શરુ કર્યું હતું જેના માટે મહાઠગે તેમને પ્રથમ અમદાવાદના સોલા બ્રીજ નજીક આવેલ એચ સી જી હોસ્પિટલ ખાતે મળવા બોલાવેલા હતા જ્યાં તેઓ પહોચતા તેને એક મહિલાને મળાવી હતી જેનું નામ ડો.માલિની પટેલ જણાવ્યું હતું હોસ્પિટલમાં આ બન્ને આરોપીએ મીટીંગ કરી હતી અને લાયસન્સ ઝડપથી કરવા 40 થી 45 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું અને અલગ અલગ સમયે તેમની પાસેથી 42.86 લાખ આપ્યા હતા આરોપીએ બે મહિના માં જ લાયસન્સ આપવાનું કહ્યા બાદ 8 મહિના જેટલો સમય થવા છતાં લાયસન્સ અપાવ્યું ન હતું જેથી રૂપિયા પરત આપવા જણાવતા કિરણે રૂપિયા ન આપતા અને ગલતલા કરવા લાગતા ભરતભાઈને છેતરપીંડી થવાનો અહેસાસ થતા તેઓએ સોલા પોલીસ મથકમાં અરજી આપી હતી

આ અરજી બાદ મહાઠગે ટુકડે ટુકડે 11.75 લાખ જેટલી રકમ પરત આપી હતી આ ઉપરાંત બાકીના પૈસા પાછા ન આપે તો નારોલ ખાતે આવેલ સવે નંબર 225 વાળી જમીન આપી દેશે તેવું લખાણ કરી આપ્યું હતું જોકે આ ઠગે બારોબાર અ જમીન વેચી નાખી તેમની સાથે છેતરપીંડી કરતા ભરતભાઈએ અમદાવાદ સોલા પોલીસ મથકમાં મહા ઠગ કિરણ પટેલ અને તેમના પત્ની ડો,માલિની કિરણ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી.પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW