HomeGujaratમોરબી શહેરમાંથી કોન્ટ્રાકટરે કચરો ઉપાડવાનું કર્યું બંધ, પાલિકા જાતે ઉપાડી જવાબદારી

મોરબી શહેરમાંથી કોન્ટ્રાકટરે કચરો ઉપાડવાનું કર્યું બંધ, પાલિકા જાતે ઉપાડી જવાબદારી

મોરબી શહેરમાં ગંદકીનો પ્રશ્ન સૌથી પેચીદો બની ગયો છે પાલિકા દ્વારા અવાર નવાર કોન્ટ્રાકટર બદલવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. મોરબીમાં મુખ્ય માર્ગો હોય કે વોર્ડ વિસ્તાર નિયમિત કચરા નિકાલની કામગીરી ન થતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે મોરબી શહેરમાં ચુંટાયેલ પાંખ કે ચીફ ઓફિસર બદલાય તેના અમુક મહિનામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી એજન્સી બદલી જાય છે.આટ આટલી એજન્સી બદલવા છતાં શહેરની સફાઈનો પ્રશ્ન ઉકેલતો નથી ત્યારે આજે મોરબીમાં વધુ એકવાર એજન્સીએ ડોર ટુ ડોર કચરા ઉપાડવાનું બંધ કરી દીધું છે.

મોરબી પાલિકાએ એક વર્ષ પહેલા દરબાર વેસ્ટ કન્ટ્રોલ નામની એજન્સીને શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કામગીરીનો કોન્ત્રક્ત્ર આપ્યો હતો શરુઆતના મહિના કામગીરી બરાબર ચાલ્યા બાદ શહેરમાં ફરી વોર્ડ વિસ્તારમાં તેમજ મુખ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહન ન આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી, બીજી તરફ એજન્સી દ્વારા એક પછી એક બીલ મુકવામાં આવી રહ્યા હતા જે બીલની પ્રાથમિક તપાસમાં કામગીરી શંકાસ્પદ લાગતા ઇન્ચાર્જ ઓફિસર ડી સી પરમાર દ્વારા એજન્સીને કોન્ટ્રાકટરને લેખિત નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવતા યોગ્ય જવાબ ન મળ્યો ન હતો જેથી એજન્સીના બીલ ચુકવણી અટકાવી દેવામાં આવી છે બીજી તરફ એજન્સી દ્વારા પાલિકા દ્વારા છેલ્લા 6 માસનું અંદાજીત રૂ 2.97 કરોડ જેટલું બીલ ચૂકવવાનું બાકી હોવાનું જણાવી ડોર ટુ ડોર કામગીરી ઠપ્પ કરી દીધી હતી શહેરમાં અચાનક આ રીતે કામગીરી બંધ થઇ જતા અલગ અલગ વિસ્તારમાંથી કચરા કલેક્શન માટે વાહન ન આવી હોવાની ધડાધડ ફરિયાદ આવવાનું શરુ થઇ જતા મોરબી પાલિકા તંત્ર દોડતું થઇ ગયું હતું અને રાતો રાત પાલિકાના વાહનો દોડાવી કચરા કલેક્શન કામગીરી શરુ કરી હતી

આ અંગે ચીફ ઓફિસર ડી સી પરમારના જણાવ્યા મુજબ એજન્સી દ્વારા હાલ કામગીરી બંધ કરી દેવી હોવાનું અમારા ધ્યાનમાં આવતા અમે પાલિકાના વાહનો તાત્કાલિક રીપેર કરવાની કામગીરી શરુ કરી દીધી છે અને હાલ જે વાહન વ્યવસ્થીત છે તેનાથી ગત રાત્રીથી કચરા ઉપાડવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW