HomeGujaratધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, મોરબી જીલ્લો 83.22 ટકા સાથે રાજ્યમાં પ્રથમ...

ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, મોરબી જીલ્લો 83.22 ટકા સાથે રાજ્યમાં પ્રથમ 1374 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા

શૈક્ષણિક કારકીર્દી માટે મહત્વની ગણવામાં આવતી ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની માર્ચ 2023માં લેવાયેલ મુખ્ય પરીક્ષા તેમજ ગુજ કેટનું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યનું પર 65.58 % પરિણામ આવ્યું છે સંખ્યા મુજબ જોઈએ 1,10,229 વિદ્યાર્થીઓ 72166 ઉતીર્ણ થયા છે જયારે 38063 વિદ્યાર્થીઓમાં સુધારાની જરૂરિયાત જણાઈ છે.આ વર્ષે રાજ્યમાં 61 વિદ્યાર્થીઓ A1,1523 વિદ્યાર્થીઓ A2, 6188 વિદ્યાર્થીઓ B1, 11984 વિદ્યાર્થીઓ B2, 19,135 વિદ્યાર્થીઓને C1, 24,185 વિદ્યાર્થીઓને C2, 8,975 વિદ્યાર્થીઓને D ગ્રેડ મેળવ્યો તો 15 વિદ્યાર્થીઓને E1 હતો.

જિલ્લા મુજબ પરિણામ જોઈએ તો સૌથી ઉચ્ચું પરિણામ મોરબી જીલ્લાનું આવ્યું છે મોરબી જીલ્લાનું કુલ પરિણામ 83.22 ટકા નોધાયુ છે જયારે સૌથી ઓછું દાહોદ જીલ્લાનું 29.44 ટકા પરિણામ નોધાયું છે. મોરબી જીલ્લામાં આ વર્ષે 1652 છાત્ર નોધાયા હતા જેમાંથી 1374 છાત્રો ઉતીર્ણ થયા છે. જીલ્લામાં ત્રણ છાત્રોને A1 ગ્રેડ મળ્યા છે.61 વિદ્યાર્થીઓ A2, 183 વિદ્યાર્થીઓ B1, 308 વિદ્યાર્થીઓ B2, 366 વિદ્યાર્થીઓને C1, 365 વિદ્યાર્થીઓને C2, 87વિદ્યાર્થીઓને D ગ્રેડ મેળવ્યો તો 1 વિદ્યાર્થીને E1 હતો

કેન્દ્રની વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદ કેન્દ્રનું સૌથી ઉચું 90.41 ટકા જયારે સૌથી ઓછું દાહોદ જીલ્લાનું લીમખેડા રહ્યું છે લીમખેડા કેન્દ્રનું માત્ર 22 ટકા જ રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW