કોરોના કાળ બાદ સિરામિક ઉદ્યોગ,પેપરમિલ અને ઘડિયાળ ઉદ્યોગમાં મંદીની માર વચ્ચે કચેરીની આવક વધી
ઔદ્યોગિક નગરીમોરબીના 1000થી વધુ સિરામિક ઉદ્યોગ, 100થી વધુ પેપરમીલ, ઘડિયાળ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, લેમીનેટ્સ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલ ટ્રેડર્સનો અને ટ્રાન્સપોર્ટ સહિતનો મોટા પ્રમાણ ઉદ્યોગ વિકસેલ છે. કોરોના કાળમાં લાગેલા લોકડાઉન તેમજ બાદમાં અલગ અલગ કારણોસર તમામ ઉદ્યોગ ભયંકર મંદી ની માર સહન કરી રહ્યો છે. જોકે આ મંદીના મારમાં પણ ધીમે ધીમે બાહર આવવા પ્રયાસ કરી રહ્યા છે.આ પ્રયાસમાં કેટલાક ઉદ્યોગ કારો સફળ થતા પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. તો હજુ કેટલાક ઉદ્યોગ પ્રયત્ન કરી રહ્યા છે. મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ઉદ્યોગમાં આવેલી સુધારાની આસર જીએસટી વિભાગની આવકના સ્પષ્ટ દેખાઈ રહી છે. મોરબી જીએસટી વિભાગના ગત નાણાંકીય વર્ષ 2022-23 માં 11137.41કરોડની જંગી આવક થઈ છે. આ આવકમાં સૌથી મોટો હિસ્સો સિરામિક ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલ ટ્રેડર્સનો જોવા મળ્યો છે.આ ઉપરાંત પેપરમિલ, પોલીપ્લાસ્ટ, ઘડિયાળ ઉદ્યોગ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાંથી પણ મોરબી જીએસટી વિભાગને સારી એવી આવક થઈ છે. ગુડસ એન્ડ સર્વીસ ટેકસ ની મોરબી પ્રાદેશિક કચેરીમાં અંદાજિત 19 હજારથી વધુ જીએસટી કરદાતા નોંધાયેલ છે આ 19 હજાર માં એસજી
એસટી અને સીજેએસટી બન્નેનો સમાવેશ થાય છે
કેટેગરી મુજબ જોઈએ તો IGST,SGST અને CGST એમ ત્રણેય વિભાગની વાત કરીએ તો 4373.47 કરોડ ઇન્તિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ નો હિસ્સો સૌથી વધુ 39. 27ટકા,3382.12 કરોડ રૂપિયાની આવક SGST માંથી અને 3381.80 કરોડ CGST માંથી આવક થઈ હતી. આંમ ત્રણેય કેટેગરી મુજબ કુલ 11137.41 કરોડની આવક એક વર્ષમાં થઈ હતી. મોરબી વિભાગના સહાયક ગુડ એન્ડ સર્વિસ ટેકસ અધિકારી પ્રિંજેશ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ મોરબી જીએસટી વિભાગને ગત વર્ષ કરતાં આવકમાં વધારો થયો છે.

