HomeGujaratક્રાઈમ નગરી મોરબીમાં પોલીસ વામળી સાબિત થતા ધારાસભ્ય મેદાને આવ્યા ? લુખ્ખા...

ક્રાઈમ નગરી મોરબીમાં પોલીસ વામળી સાબિત થતા ધારાસભ્ય મેદાને આવ્યા ? લુખ્ખા તત્વોને આપી ચેતવણી !

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી સતત ક્રાઈમરેટમાં વધારો થઈ રહ્યો છે દિન દાળે હત્યા અપરણ બળાત્કાર છેડતી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે પોલીસની કામગીરી ઉપર સવાલો થઈ રહ્યા છે ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આવા લુખ્ખા તત્વોને ડામવા માટે પોતાના અસલ અંદાજ માં આવીને વિડીયો સંદેશ મારફતે લુખ્ખા તત્વોને ચેતવણી આપવામાં આવી છે.

મોરબી માળિયાના ધારાસભ્ય એ વિડીયો સંદેશ મારફતે લુખ્ખા તત્વોને ઘર ચાલીને બેસી જવા ચેતવણી આપી છે આ સાથે મોરબીની સુખ શાંતિ માટે કાંતિલાલ અમૃતિયાએ વિહીપ અને સંઘના 100 જેટલા કાર્યકર્તાઓની ટીમ બનાવવામાં આવી છે મોરબીમાં ખૂણે ખાચરે ચાલતાં બંધ કરાવવા માટે પોલીસ સાથે રહી આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું કાંતિલાલ અમૃતીયાએ વીડિયો સંદેશમાં જાહેર કર્યું છે

મોરબીમાં સુપર માર્કેટમાં જે પ્રકારે વિદ્યાર્થીનીઓ ની છેડતી કરવાની ઘટના ઘટી હતી ત્યારબાદ વિધર્મીઓ દ્વારા સગીરાઓને પ્રેમ જાળમાં ફસાવવી દુષ્કર્મની ઘટના એક નહીં પરંતુ બે ઘટનાઓ સામે આવી છે આ સિવાય મોરબીમાં સતત અપરણ ધાક ધમકી ખંડણી હત્યા સહિતના બનાવો પણ સતત વધી રહ્યા છે તેવામાં જાગૃત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પોતાના અસલ અંદાજમાં આવી ગયા છે અને આવા લુખ્ખા તત્વોને અસલ અંદાજમાં ચેતવણી આપી છે

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પસાર માં વ્યસ્ત હોવાથી તેઓ એ વિડીયો સંદેશ મારફતેથી જાહેર કર્યું છે કે મોરબીમાં કોઈપણ જાતની લુખ્ખાગીરી કે કોઈપણ પ્રકારની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW