મોરબી સહિત અનેક જિલ્લામાં વેહલી સવારે વાતાવરણમાં આવ્યો પલટોહવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર ના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ગઈકાલે મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જો કે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની ની ભીતિ જોવા મળશે તો સાથે સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જ્યારે સતત બીજા દિવસે પણ મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ની અંદર વહેલી સવારથી નથી વાતાવરણમાં પલટો આવ્યો હતો સવારે ચાર વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા જ્યારે સતત રાતભર વાતાવરણ માં ઠંડા પવનની અસર જોવા મળી રહી હતીઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને જાણે ઉનાળાની બદલે ચોમાસાની શરૂઆત થઈ હોય તે રીતે સતત માવઠા પડી રહ્યા છે ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસમાં કયા પ્રકારનું વાતાવરણ રહે છે
તે જોવું રહ્યું કારણ કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે ત્યારે સતત બે દિવસ થયા સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યાં ધીમીધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ તબાહી બોલાવી રહ્યું છે ગઈકાલે મોરબી ની અંદર ભારે પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન તેમજ કારખાનાના સેડ ઉડી જવાની ઘટના સામે આવી હતી

