થોડા દિવસ પહેલા સમગ્ર રાજ્યની અંદર 17 જેલોમાં પોલીસના ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રાજ્યની અનેક જેલો માંથી મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી ત્યારે મોરબી પોલીસે જાણે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મળવા જેવી કામગીરી કરી હતી. 17 જેલોમાં દરોડા પાડ્યાના ત્રણ દિવસ બાદ મોરબી પોલીસે ચેકિંગ હાથ ધરવાનું નાટક કર્યું હતું
આજ રોજ મોરબી સબજેલની અંદર બેવડી હત્યાનો આરોપી ડાડાએ મોરબીના વીસીપરામાં લાકડાના વેપારીને ફોન કરી બે લાખ રૂપિયા ની ખંડણી માંગી હતી વેપારી દ્વારા જેલમાં બંધ અને તેના ભાઈ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં રહેતા અલ્લારખા તાજમહમદ જેડા આ જ વિસ્તારના લાકડાના વેપારી હરગોવિંદ દયારામ ચૌહાણ પાસે ગયો હતોં અને તેના પાસે રહેલો ફોન વેપારીને પોતાનો ફોન આપ્યો હતો અને આમાં ડાડાભાઈ છે તેની સાથે વાત કરવાનું કીધું હતું જેથી વેપારી હર ગોવિંદે ફોન પર વાત કરતા સામેથી મોરબી સબ જેલમાંથી ફારુક મેમણ અને તેના દીકરાની હત્યા કરનાર ડાડો જેડા બોલું છું. મારો માણસ તારી પાસે આવેલ હતો ત્યારે તે તેને રૂપિયા આપેલ ના હતા. હવે તારે શું કરવાનું છે આ મારોભાઈ અલ્લારખા છે તેને મેં મોકલેલ છે અને તું તેને બે લાખ ત્રણ દિવસમાં ગમે ત્યાંથી કરીને આપી દેજે જેથી મેં કહેલ કે શેના રૂપિયા મારે આપવાના છે તો ડાડા એ ગાળો આપી અને કહેલ કે તારે જીવવાનું છે તો રૂપિયા આપી દેજે મારા ભાઈને નહીં તો હું પેરોલ ઉપર આવીશ ત્યારે તને પતાવી દઈશ એવું કહી મને ફોન ઉપર ગાળો આપવા માંડ્યો હતો અને અગાઉ મારી પાસેથી આવી રીતે બે વખત રૂપિયા જબરદસ્તી લઈ ગયેલો છે. પરંતુ ત્યારે તે થોડા થોડા રૂપિયા હતા એટલે મેં આપી દીધા હતા પણ આટલા બધા રૂપિયા હું તમને કઈ નહીં આપું તેમ કહેતા આરોપીએ વાંધો નહીં હવે તું ત્યાં રહી જોજે હું તો જેલમાં છું પરંતુ મારા ભાઈઓ ટકી, જલાલ, અલ્લારખા બધા બહાર છે તો પછી જીવવું મુશ્કેલ થશે અને મારા ભાઈને રૂપિયા આપી દેજે તેવી ધમકીઓ આપેલ
મોરબી જિલ્લામાં જાણે ગુનાખોરી કરવી એટલે સામાન્ય બાબત બની ગઈ હોય તે પ્રકારે મોરબીમાં ગુનેગારો બેખોફ બની અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે પરંતુ પોલીસ પણ જાણે આવા ગુનેગારોને મોકલું મેદાન આપતું હોય તે પ્રકારે મોરબી પોલીસ આરામ ફરમાવી રહ્યું છે અને ગુનેગારો ગુનાખોરી કરી રહ્યા છે
મોરબીમાં છેલ્લા ઘણા દિવસથી ચોરી,લૂંટફાટ,હત્યા,બળાત્કાર,અપહરણ, વસુલી , ધાકધમકી સહિતના ગુનાઓ વધી રહ્યા છે અને પોલીસ હજુ એક ગુનાની તપાસ પૂરી ના થાય ત્યાં તો બીજો ગુનો થઈ જતો જોવા મળી રહ્યો છે.

