HomeGujaratમોરબીના દેવ ફન વર્લ્ડ નજીક ખભ્ભો અથડાવવા મુદે ત્રણ શખ્સે યુવક પર...

મોરબીના દેવ ફન વર્લ્ડ નજીક ખભ્ભો અથડાવવા મુદે ત્રણ શખ્સે યુવક પર છરી ચલાવી

માળિયા મિયાણા તાલુકાના નવા ગામમાં રહેતા રમજાનભાઈ મુરાદભાઈ કટીયા તેના મિત્રો સાથે ઈદના તહેવારના દિવસે નાની વાવડી ગામ નજીક આવેલ દેવ ફન વર્લ્ડમાં ફરવા ગયા હતા અને ફરીને ત્યાંથી પરત ફરતા હતા તે વખતે દરવાજા પાસે ભીંડ હોવાથી રમજાનનો ખભ્ભો આરોપી ઈરફાન સંધવાણી અથડાતા ઈરફાને ગાળો દીધી હતી જેથી રમજાને ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને છરી વડે હુમલો કરી દીધો હતો તે પડી ગયો હતો જેથી બીજા ચાર ઘા પીઠના ભાગે મારી ગંભીર ઈજા પહોચાડી હતી આ ઉપરાંત તેની સાથેના બીજા બે શખ્સે ઢીકા પાટુંનો માર માર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે રમજાનની ફરિયાદ આધારે ઈરફાન સંઘવાણી અને બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ્દ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW