ધામિક તહેવાર દરમિયાન નીકળતી શોભાયાત્રામાં ડીજે અને લાઉડ સ્પીકર ઉચાં અવાજે વાગડવામાં આવે છે જેના કારણે ક્યારેક બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતી હોય છે ત્યારે આવી અથડામણ ન થાય અને શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા આશયથી હાઈકોર્ટમાં એક પી આઈ એલ કરવામાં આવી હતી આ પીઆઈ એલ પર કોર્ટે સરકારનો જવાબ ,માંગ્યો હતો સરકાર દ્વારા આપવામાં આવેલ એફિડેવીડ આધારે કોર્ટે પોતાનો હુકમ આપ્યો હતો અને આગામી દિવસો આવનાર તહેવારો દરમિયાન નીકળનારી શોભાયાત્રામાં ડીજે વગાડવા પર પ્રતિ બંધ મુકવા રેલી,સરઘસ, ઝુલુસનું ડ્રોન કેમેરાથી વિડીયોગ્રાફી કરવા સહિતના પગલા લેવા હુકમ કર્યો હતો.
રામનવમીના દિવસે વડોદરામાં કોમી તંગદિલી અને પથ્થરમારો થયો હતો. ધાર્મિક તહેવારો અને સરઘસો વખતે કોમી તંગદિલી અને રમખાણોનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટમાં એજાઝ ખાન પઠાણ દ્વારા વકીલ કે.આર. કોષ્ઠી મારફત આ મુદ્દે PIL દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારના વકીલ દ્વારા પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ PILની આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા કાલે પરશુરામ જયંતી અને રમઝાન ઇદથી કોઈ પણ ધાર્મિક સરઘસો કે ઝુલુસોમાં લાઉડસ્પીકર અને ડીજે પર પ્રતિબંધ, સરઘસ કે ઝુલુસનું ડ્રોન કેમેરાથી વીડિયોગ્રાફી સહિત 9 મુદ્દાને આવરી લેતો ચુકાદો આપ્યો છે. સરકારે એફિડેવિટ દ્વારા જવાબ આપતા જે 9 મુદ્દા ટાંકવામાં આવ્યા હતા તે હાઇકોર્ટે માન્ય રાખ્યા છે અને પોલીસની ભૂમિકા પર પ્રશ્ન છે તે અમાન્ય રાખવા જણાવ્યું છે.આ અંગે વકીલ કે.આર.કોષ્ઠીએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં રામનવમી હોય, પરશુરામ જયંતિ હોય કે હનુમાન જયંતી હોય એ સમયે જે તોફાનો થયા છે એ તોફાનોને કારણે કોમી શાંતિમાં વિક્ષેપ પડ્યો છે. એટલા માટે આ બધી વસ્તુઓ થાય નહીં અને લોકોને તકલીફો ન થાય એ માટે હાઇકોર્ટ પાસેથી નિર્દેશ મેળવવાની એક માગ કરવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર અને ડીજીપી ઓફિસ તરફથી એફિડેવીટ આવેલી અને તેની અંદર એમણે તમામ વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પૂરાવા તરીકે ટાંકીને બધી વ્યવસ્થા કરી છે

