રાજકોટ મોરબી હાઇવે પર આવેલ ટંકારા તાલુકાના હરીપર ગામ નજીક બપોરના સમયે રાજકોટ તરફથી આવી રહેલા જીજે ૩ બી વાય ૩૧૪૯ નંબરનો મીની ટ્રકનું ટાયર અચાનક ફાટતા ટ્રક બેકાબુ બની ગયો હતો.અને રસ્તા પર જ પલટી મારી ગયો હતો. આ ટ્રકમાં મેદાના લોટની બોરીઓ પણ ભરેલી હતી જે રસ્તા પર વેર વિખેર થઇ ગઈ હતી ઘટનાને પગલે રસ્તા પર થોડી વાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો જે બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ ટ્રકને દુર ખસેડી ટ્રાફિક ક્લીયર કરવા તજવીજ હાથ ધરી હતી આ ઘટનામાં કોઈ જાન હાની ન થતા હાજર લોકોએ રાહત અનુભવી હતી બનાવ અંગે ટંકારા પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

