મોરબી તાલુકાના પીપળી ગામમાં રહેતા રાજેશભાઇ ખીમજીભાઇ પરમાર નામના યુવાનને ગઈકાલે બપોરના સમયે અચાનક ઉલટી થતા બેશુદ્ધ થઇ ગયો હતો જે બાદ તેની માતા અમૃતાબેને 108ને જાણ કરતા મોરબી 108ની ટીમ દોડી ગઈ હતી અને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત વધુ ગંભીર થતા વેન્ટીલેટર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી

