HomeGujaratમોરબીના લાલપરમાં પોલીસની "she"ટીમે એકલા રહેતા દિવ્વૃયાંગ ધ્ધાની સારવાર કરી માનવતા...

મોરબીના લાલપરમાં પોલીસની “she”ટીમે એકલા રહેતા દિવ્વૃયાંગ ધ્ધાની સારવાર કરી માનવતા મહેકાવી

મોરબી જિલ્લાના વૃદ્ધ લોકો સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે સંદર્ભે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર, દિવ્યાંગ અને વિધવા વૃધ્ધ મહિલાની મદદે આવી દવાખાને સારવાર અપાવી સધિયારો આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતી કરાવી હતી.

મોરબી જિલ્લામાં એકલા રહેતાં વૃદ્ધ નાગરિકો સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે જે અંતર્ગત જિલ્લા પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી એકલા રહેતાં વૃદ્ધને મળી સાયબર ક્રાઇમથી બચાવ માહિતી આપી રહી છે આ અભિયાન અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની “SHE TEAM”ના  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રશ્નોના નિકાલ માટે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન લીલાપર ગામે સિનીયર સિટીઝન ગૌરીબેન બીજલભાઇ આંત્રેસા, ઉ.60ને ત્યા જઇ તેઓની રૂબરૂ મુલાકાત માટે પહોંચ્યા હતા જ્યાં 

ગૌરીબેનની રૂબરૂ મુલાકાત દરમિયાન શી ટીમને જાણવા મળ્યું હતું કે ગૌરીબેન વિધવા જીવન વિતાવે છે અને દિવ્યાંગ હોવાની સાથે તેમને શરીરના દુખાવાની તકલીફ હોવાનું   ધ્યાને આવ્યું હતું.આ ઘટના બાદ  વૃદ્ધ અને અશક્ત દિવ્યાંગ ગૌરીબેનને શી ટીમ દ્વારા પોતાના વાહનમાં નજીકના દવાખાને સારવાર માટે લઇ જઇ સારવાર અપાવી તેમના રહેણાક મકાને પરત મુકી પોતાની નૈતિક ફરજ અદા કરી હતી સાથે સાથે પોલીસ પ્રજાની સાચી મિત્ર છે તેવા અહેસાસની પ્રતીતી કરાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW