મોરબીના જોધપર ગામ નજીક મચ્છુ ડેમ પાસે મંગળવારે સાંજના સમયે પૂઠા ભરેલ ટ્રકમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી.જોત જોતામાં આગે વિકરાળ રૂપ લઇ લેતા પૂઠા સહીત આખે આંખો ટ્રક બળીને ખાખ થઇ ગયો હતો બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના જોધપર ગામ નજીક આવેલ રફાળેશ્વર લીલાપર રોડ પર મચ્છુ ડેમ નજીક ગઈ કાલે સાંજના સમયે જીજે 03 બીવાય 6708 નંબરના ટ્રકમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ રૂપ લઇ લીધું હતું અને આખે આંખો ટ્રક બળવા લાગ્યો હતો આ ટ્રકમાં પુઠ્ઠા ભરેલ હોય જેના કારણે આગ વધુ વિકરાળ બની ગઈ હતી ઘટનાને પગલે રસ્તા પરથી નીકળતા વાહન ચાલકો દ્વારા ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી જે બાદ મોરબી ફાયર વિભાગ ટીમે દોડી જઈને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુ લીધી હતી તો આગની ઝપેટમાં સંપૂર્ણ ટ્રક બળીને ખાખ થયો હતો . સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હોવાની માહિતી મળી છે

