HomeGujaratમોરબીમાં 108ની ટીમે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર આપી જીવ બચાવ્યો, 50 હજાર રોકડ,મોબાઈલ...

મોરબીમાં 108ની ટીમે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર આપી જીવ બચાવ્યો, 50 હજાર રોકડ,મોબાઈલ પરત આપી પ્રમાણિકતા દાખવી

મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે જાંબુડીયા RTO પાસે ટ્રક અને મોટર સાયકલ બને સાંજે 6,30 ટાઈમે અથડાતા ઘટના સ્થળે થી 108 માં કોલ કરતા ની સાથે માર્કેટિંગ યાર્ડ 108 એમ્બ્યુલન્સ માં કોલ મળતા ની સાથે જ ટીમ ના E M T – ટ્વિંકલ બા પરમાર અને PILOT – વિશાલ ભાઈ ગઢવી બંને ઘટનાની જાણ મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા હતા અને દર્દી વિક્રમભાઈને એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી સારવાર આપી જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન વિક્રમ ભાઈના ખિસ્સામાંથી મળેલ રોકડા રૂપિયા અંદાજિત 50000 કીમતી મોબાઈલ હેન્ડસેટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ તેઓનો કારખાનાના માલિક નો સંપર્ક કરી તેઓ ને મોરબી સરકારી હોસ્પિટલ બોલાવી અને એમને બધી વસ્તુ સહી સલામત પરત કરેલ હતી ખરેખર 108 ની ટીમે આ એક માનવતા સાથે પ્રમાણિકતાનું પણ ઉદાહરણ આપ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW