મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા અને ચરાડવા નજીક જેટકો ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી અમિતભાઈ મનસુખભાઈ ઈઢાંટીયા નામનો યુવક ગત તા 4 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે તેની ઓફીસથી ઘરે આવવા નીકળ્યો હતો અને તે બાદથી અચાનક ગુમ થઇ ગયો હતો પરિવાર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી હતી અને અમિતભાઈની ઓફિસમાં કામ કરતા ઋત્વિક ભાઈને ફોન કરીને પૂછતાં તેઓ અને અમિતભાઈ બપોરના ત્રણ વાગ્યે ઓફીસથી નીકળી ગયા છેલ્લે અમિતભાઈ ઓફીસ બહાર વાહનની રાહ જોતા હતા ત્યારે જોયા હતા. આ દરમિયાન રાત્રીના સમયે અચાનક અમિતભાઈના ફોનમાંથી ઘરના ફોનમાં ફોન આવ્યો હતો જેમાં તેણે કોઈ બે અજાણ્યા શખ્સ તેમનું અપહરણ કરીને લઇ ગયા હોવાનું જણાવ્યું હતું અને આજાણ્યા સ્થળે ઓરડીમાં પૂરી દીધો છે અમિતભાઈના અપહરણની જાણ થતા તેમના ભાઈ મેહુલભાઈ મનસુખભાઈએ બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ્ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
યુવકના ભાઈએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગયુવકની શોધખોળ હાથ ધરી હતી જોકે ત્રણ ચાર દિવસની તપાસ અંતે અચાનક યુવકે ફરી પરિવારનો સંપર્ક કરી પોતે દિલ્હીમાં હોવાનું જણાવ્યું હતું અને તેનું અપહરણ ન થયા હોવાનું જણાવ્યું હતું તાજેતરમાં તે શેર બજારમાં 30 હજાર જેટલી રકમ હારી જતા ટેન્શનમાં આવી ઘરેથી નીકળી ગયો હતો હાલ યુવકનું અપહરણ ન થતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

