ટાઈગર સેવ પ્રોજેક્ટના હવે 50 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ યોજી રહ્યું છે જે અંતર્ગત આજે પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડું ની હદમાં બાંદીપુર ટાઈગર રિઝર્વ ફોરેસ્ટની મુલાકાત લીધી હતી અને ખુલ્લી ઝીપમા ફર્યા હતા જ્યાં તેઓએ ફોટોગ્રાફી પણ કરી હતી. પીએમ મોદી હવે મદુરાઇ નેશનલ પાર્ક અને થેપકાડું હાથી શિબિરની પણ મુલાકાત લેશે.

મોદી ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ નિમિત્તે બાંદીપુરમાં યોજાનાર મેગા ઇવેન્ટમાં વાઘના તાજેતરના આંકડા જાહેર કરશે. આ સાથે અમૃત કાલ અને ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ (IBCA) દરમિયાન વાઘને બચાવવા માટે સરકારના વિઝનને પણ લોન્ચ કરવામાં આવશે. આ પ્રસંગે એક સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે.વિશ્વની સાત મોટી બિલાડીઓ તેમના રક્ષણ અને બચાવ માટે કામ કરશે. તેના માટે તે દેશોની મદદ લેવામાં આવશે જ્યાં આ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે.


