પેપરલીક કાંડના કારણે મોકૂફ રખાયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં જુનિયર ક્લાર્કની ફરી એકવાર પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે.આવતીકાલે એટલે 9 એપ્રિલના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લાના સેન્ટરમાં આ પરીક્ષા યોજાનાર છે. ત્યારે મોરબી જીલ્લામાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં કુલ 68 કેન્દ્રના 704 કેન્દ્રમાં આ પરીક્ષા યોજાનાર છે અને તેમાં કુલ 21120 છાત્રોનોધાયેલ છે. આ 21120 છાત્રો આજે અલગ અલગ કેન્દ્રમાં પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ તે માટે તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે તમામ કેન્દ્ર આસપાસના 100 મીટર એરિયામાં ચારથી વધુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ ઉપરાંત પરીક્ષા દરમિયાન થનારી ગતિવિધ માટે 11 જેટલી ફ્લાઈંગ સ્કોડ બનાવવામાં આવી છે તેમજ પરીક્ષા સ્થળ પર પ્રશ્ન પત્ર આન્સર સીટ સહિતની સામગ્રી માટે 21 રૂટ નકકી કરવામાં આવ્યો છે અને તેના માટે તમમાં સ્ટાફની પણ ફાળવણી કરી દેવાઈ છે
જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જરૂરી સુવિધા પણ ઉભી કરવામાં આવી છે તો દરેક બ્લોક સીસીટીવી કેમરાથી સજ્જ હોય તેવા કેન્દ્રફાળવવામાં આવ્યા છે અને આ પરીક્ષા કેન્દ્રમાં થનારા તમામ ગતિવિધિનું જિલ્લા કલેકટર સીધા મોનીટરીંગ કરી રહ્યા છે .આ ઉપરાંત જિલ્લા પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ તમામ કેન્દ્ર બહાર પોલીસ જવાન તેમજ જીઆરડી એલ આરડી સહિતના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

