HomeGujaratકડીયાણા નજીક જંગલમાં નીલગાયનો શિકાર થતા તંત્ર હરકતમાં

કડીયાણા નજીક જંગલમાં નીલગાયનો શિકાર થતા તંત્ર હરકતમાં

વન વિભાગે બંદુક, ગાડી, બે બાઈક સાથે ચાર આરોપીની કરી અટક
હળવદ તાલુકાના કડીયાણા નજીક જંગલ વિસ્તારમાં બંદુકથી ફાયરિંગ કરી નીલગાયનો શિકાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફાયરિંગનો અવાજ સાંભળતા ગ્રામજનોએ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તા અને તંત્રને જાણ કરી હતી. અને જેને લઇ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા એક વાડીમાં માસના કટકા મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેની પાસેથી બાર બોરની બંદુક, બોલેરો ગાડી, બે બાઈક અને તિક્ષ્ણ હથિયારના મુદ્દામાલ સાથે બે આરોપીની અટક કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓ ભાગવામાં સફળ રહ્યાં હતા.


જોકે વન વિભાગના અધિકારી જયદીપસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી મંજુર હુસેન આદમભાઈ અને આદમ નીઝામ મોહમદ શિકાર કરીને જેઠાભાઈની વાડીએ લાવેલા હતા. જેથી કરીને મંજુર હુસેન આદમભાઈ, ફારુખ નીઝામ મોહમદ, જેઠાભાઈ મનજીભાઈ પટેલ, પ્રવિણભાઈ જેઠાભાઈની અટક કરી વન વિભાગે વધુ પુછપરછ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW