મોરબીના જનકનગર વિસ્તારમાં કેટલાક શખ્સ આઇપિએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને લાઇનગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી પંજાબ (PBKS) તથા રાજસ્થાન (RR) ની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો પૈસાની હારજીતનો સટ્ટો રમતા ભાર્ગવભાઇ જયેશભાઇ મકવાણા ,મુકેશભાઇ ઠાકરશીભાઇ પટેલને ઝડપી લીધા હતા.જયારે જયદીપભાઇ રાચ્છ નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૩૦૦/- તથા વન પ્લ્સ ૮ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૯,૦૦૦/- તથા એપલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા એપલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૪૫,૩૦૦/- ના મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસે તમામ આરોપી વિરુર્દ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

