મોરબી જીલ્લામાં કોરોનામાં સતત વધતા ઘટતા કેસ વચ્ચે ફરી એકવાર બુધવારે કોરોના 35 કેસ સામે આવ્યા છે મોરબીમાં બુધવારે જિલ્લા 1040 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબી શહેરમાં ૩ કેસ નોધાયા હતા જયારે ગ્રામ્યમાં 20 કેસ નોધાયા હતા વાંકાનેર અને ટંકારામાં 1-1 કેસ સામે આવ્યા હતા.હળવદ શહેરમાં 5 અને ગ્રામ્યમાં એક કેસ નોધાયા હતા તો માળિયા મિયાણા પંથકમાં નવો કેસ નોધાયો ન હતો બીજી તરફ જીલ્લામાં કુલ 22 દર્દી ડીસ્ચાર્જ થયા હતા આ 22 દર્દીઓમાં મોરબી શહેર અને ગ્રામ્યના 16 ,માળિયા મિયાણા માં 4 જયારે હળવદ અને ટંકારામાં 1-1 દર્દી સ્વસ્થ થયા હતા મોરબી જીલ્લામાં બુધવારે સુધીમાં એક્ટીવ કેસનો આંકડો 163 નોધાયો હતો
મોરબી જીલ્લામાં પ્રથમ કેસથી લઇ આજ દિન સુધીમાં 612733 દર્દીઓના આર ટી પીસી આર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 11672 દર્દી પોઝીટીવ આવ્યા હતા જે પૈકી 11159 દર્દી સ્વસ્થ થયા હતા

