HomeGujaratજયસુખભાઈ પટેલ ને ફરી એક વાર હોસ્પિટલ ખસેડવા પડયા

જયસુખભાઈ પટેલ ને ફરી એક વાર હોસ્પિટલ ખસેડવા પડયા

મોરબી ઝુલતા પુલ કેશમાં જેલમાં બંધ ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલને આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જયસુખભાઈ પટેલને બીપીની સમસ્યા અને માનસિક તાણ અનુભવતા હોવાની તાત્કાલિકના કારણે હોસ્પીટલ ચેકઅપ માટે લાવમાં આવ્યા હતા

મોરબી સબજેલ ખાતે રહેલ જયસુખભાઈ પટેલને ગત શનિવારના રોજ ગભરામણ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર આપ્યા બાદ જયસુખભાઈ પટેલની રજા આપવામાં આવી હતી અને ફરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. શનિવારે ડોક્ટરે જયસુખભાઈ પટેલને સોમવારે રૂટીન ચેકમ માટે આવવા કહ્યું હતું જેથી કરીને આજે પોલીસ દ્વારા જયસુખભાઈ પટેલને ફરી સિવિલ હોસ્પિટલ ખાતે ચેક અપ કરવા માટે લાવવામાં આવ્યા હતા જ્યાં જયસુખભાઈ પટેલને માનસિક તાણ અનુભવતા હોવાથી નિષ્ણાત પાસે નિદાન કરવામાં આવ્યું હતું અને જયસુખભાઈ પટેલની બીપી ની તકલીફ હોવાથી બીપીનું પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું? જોકે ચેકઅપ કર્યા બાદ ફરી જયસુખભાઈ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW