રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતા એક યુવાને તેની અગાઉ તેની બીમાર માતાને ઝેરી પીવડાવી દઈ તેની હત્યા કરી નાખી હતી બાદમાં પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના કોઠારિયા રોડ નજીક આવેલા ઘનશ્યામ નગર વિસ્તારમાં રહેતા આ યુવાન સિકંદર લીગડીયાનો સોશ્યલ મીડિયામાં વિડીયો સામે આવ્યો હતો ‘કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો’ વીડિયો બનાવી બીમાર માતાને ઝેર પાઇ પુત્રએ પોતે પણ ગટગટાવી લેતા બંનેનાં મોત નીપજ્યાં છે.અલબત્ત તે કયા કારણથી આ પગલું ભરી રહ્યો છે તેનો કોઈ ઉલ્લેખ યુવકે વીડિયોમાં કર્યો નહીં હોવાથી પોલીસે મૃતક પુત્ર સામે ગુનો નોંધી કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર શહેરના કોઠારિયા રોડ નજીક આવેલા ઘનશ્યામનગર ખાતે 80 વર્ષની બીમાર માતા અમીનાબેન લિંગડિયાને ઝેરી દવા પીવડાવી પુત્ર સિકંદરે પોતે પણ ગટગટાવી લેતા બંનેને સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેનાં કરુણ મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી. પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.