HomeGujaratમોરબીનાં જલારામ મંદિરમાં ચાલતા નેત્ર યજ્ઞમાં દોઢ વર્ષમાં ૨૭૮૮ લોકોના નિ:શુલ્ક મોતિયાનું...

મોરબીનાં જલારામ મંદિરમાં ચાલતા નેત્ર યજ્ઞમાં દોઢ વર્ષમાં ૨૭૮૮ લોકોના નિ:શુલ્ક મોતિયાનું ઓપરેશન 

આજન સમયમાં વધતી જતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ઘર ખર્ચ અને બાળકોના શિક્ષણ પાછળ એટલો ખર્ચ થઈ જાય છે તેવા સમયે જો ઘરમાં કોઈ હોસ્પિટલ નો ખર્ચ આવે તો પરિવાર પર મોટો આર્થિક બોજ પડતો હોય છે.તેમાં પણ કેટલીક બીમારી તો એવી હોય છે કે જો સમયસર નિદાન ન થાય તો બીમારી ગંભીર રૂપ લઈ લેતી હોય છે. માણસના શરીરના વિવિધ અંગો માં આંખ એક મહત્વનું કામ કરે છે જો તેમાં ખામી સર્જાઈ તો માણસ માટે જિંદગી અંધકાર રૂપ બની જતી હોય છે. આંખમાં સમય અનુસાર હોવાની ક્ષમતા ઓછી થતી હોય છે અને વૃધ્ધવસ્થામાં મોતિયો આવી જતો હોય છે.અને આવા ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં ખૂબ મોટો ખર્ચ થતો હોય છે. જેના કારણે પરિવાર પર આર્થિક બોજ વધે છે આવા સમયે જો કોઈ સંસ્થા આવા નિશુલ્ક ઓપરેશન કરી આપે તો પરિવાર ને મોટી રાહત મળતી હોય છે 

મોરબી શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી જલારામ સેવા મંડળ અને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં નેજા હેઠળ રાજકોટની શ્રી રણછોડ દાસજી બાપુ દ્વારા દર મહિનાના ચોથા સોમવારે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્દીઓના આંખની ચકાસણી કરવામાં આવે છે અને જે પણ દરદીને આ ઓપરેશનની જરૂર હોય તેને કોઈ ટાંકા વિનાનું સોફ્ટ ફોલ્ડબલ લેન્સનું નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલતા આ કેમ્પમાં આજ દિન સુધીમાં ૬૧૨૧ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી છે જેમાંથી ૨૭૮૮ દર્દીઓનું નિશુલ્ક આંખની નેત્રમણીનું ઓપરેશન કરવામાં આવ્યું છે તેમજ આગામી દિવસોમાં પણ આ કેમ્પ ચાલવામાં આવેશે.ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે આવા મોટા હોસ્પિટલના ખર્ચ કાઢવા મુશ્કેલ થઈ પડતા હોય છે તેવા સમયે આ નિશુલ્ક સારવારની ખૂબ મોટી સંખ્યામાં જેટલા દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે.રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. આગામી તા.૪ એપ્રીલ ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી ના સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) ના સહયોગ થી વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. તેમ જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડે જણાવ્યુ હતુ.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW