HomeGujaratઝૂલતા પુલ દુઘર્ટનામાં જયસુખ ભાઈ પટેલની જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ

ઝૂલતા પુલ દુઘર્ટનામાં જયસુખ ભાઈ પટેલની જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ

ઝૂલતા પુલ દુઘર્ટનામાં છેલ્લા એક મહિના કરતાં પણ વધારે સમયથી મોરબી જિલ્લા જેલમાં બંધ જયસુખભાઈ પટેલનાં એડવોકેટ દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પર આજે સેન્સસ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ પીસી જોશી દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યું હતું જેમાં જયસુખભાઈ પટેલના જામીન અરજી રદ કરી હતી. આ પૂર્વે ગત બુધવારના રોજ આ જામીન અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ જે વોરા એ દલીલ કરી હતી કે જયસુખભાઈ પટેલને જામીન આપવામાં આવશે તો તેની અસર આગામી સમયમાં ચાલનારી ટ્રાયલ પર થશે આ ઉપરાંત તેઓની જીવતા પુલ રીપેરીંગમાં ભૂમિકા બાબતે પણ વિસ્તૃત દલીલ કોર્ટ સમક્ષ કરી હતી તેઓએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે પુલના રિપેરિંગનું કામ ઓરેવા ગૃપને સોંપવામાં આવ્યો હતો તે વખતે પાલિકા સાથે થયેલા કરાર મુજબ જેમાં આખા પુલ તોડી તેને ફરીથી રિપેર કરવાનો હતો પરંતુ પુલ નું રિપેરિંગ તે રીતે થયું નથી માત્ર બ્રીજનાં રીપેરીંગમાં માત્ર દેખાવ સારો થાય તે પ્રકારનું કામ કરાયું હતું. મુખ્ય કેબલ બદલવામાં આવ્યો નથી આં કેબલના તાર કટાયેલ હોવાનું એફ એસ એલ નાં રિપોર્ટમાં સામે આવ્યઆ છે.

આ ઉપરાંત આ દુર્ધટના માં ઝડપાયેલ 9 આરોપી દ્વારા જે પણ કામ કરવામાં આવ્યું હતું તે જયસુખ પટેલની સૂચનાથી કરવામાં આવ્યું હતું જેથી તે મુખ્ય આરોપી છે .આ ઉપરાંત બ્રીજના રીનોવેશનનું કામ ની દેખરેખ માટે ટેકનિકલ કે એક્સપર્ટ વ્યક્તિ મૂકવામા આવ્યા ન હતા આં ઉપરાંત બ્રીજ પર ભીડ વધારે હોવા છતાં ટિકિટ નું વેચાણ વધારે પ્રમાણમાં થયું હતું અને આ ભીડ કન્ટ્રોલ કરી શકે તેવા ટેકનિકલ સ્ટાફ રાખવામાં આવ્યા ન હતા સરકારી વકીલ એસ જે વોરા તેમજ મૃતક પરિવાર વતી કેસ લડતા સરકારી વકીલ દિલીપ અગેચનિયા અને જાડેજા સહિતના ની દલીલ કરી હતીઆ દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે આ અરજીનો નિર્ણય ૧ માર્ચ સુધી સુરક્ષિત રાખ્યો હતો આજે આ અરજી પર સેસન્સ જજ પી.સી જોષી દ્વારા આરોપી જયસુખ પટેલ ની જામીન અરજી નામંજૂર કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW