HomeGujaratસાવધાન મોરબી ! તહેવાર પર શિંગાળા લોટ ખાવાથી ફૂડ પોઈઝિંગની 30થી વધુ...

સાવધાન મોરબી ! તહેવાર પર શિંગાળા લોટ ખાવાથી ફૂડ પોઈઝિંગની 30થી વધુ લોકોને અસર ! આળસુ તંત્ર ક્યારે જાગશે?

મોરબીમાં આળસુ તંત્રના કારણે અનેક લોકો ફરાળી શિંગાળા લોટનો ભોગ બન્યા મોરબીમાં જુદા જુદા વિસ્તારની અંદર ગઈકાલે રામનવમીના તહેવાર નિમિત્તે ફરાળી લોટની પૂરી બનાવીને ખાધા બાદ લોકોને ઉલટી અને ચક્કર આવવા લાગતા તાત્કાલિક હોસ્પિટલ એ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોરબીના નાની વાવડી,બગથળા, ગાળા, આ સહીત મોરબી શહેરના આલાપ રોડ, અવધ સોસાયટી સહીત અનેક વિસ્તારમાંથી લોકોને ફૂડ પોઝિંગની અસર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મોરબીની પ્રાઇવેટ હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં અંદાજિત 30થી વધુ લોકોને અસર થવા થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ તો આ તમામ દર્દીઓને મોરબી જિલ્લાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે બનાવની જાણ થતા મોરબી આરોગ્યની ટીમો પણ અલગ અલગ હોસ્પિટલો ની અંદર સારવાર રહેલા દર્દીઓની નોંધણીઓ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રામ નવમી પર્વ હોવાથી લોકો દ્વારા ઉપવાસ કરતા હોય છે જોકે ઉપવાસ દરમિયાન ફરાળ માં આ પ્રકારનો ભેળ સેળ યુક્ત પદાર્થ ખાઈ લેતા લોકોના આર્રોગ્ય પર ગંભીર અસર થઇ હતી.

ઘટનાની જાણ થતા મોરબી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી અને આ ફૂડ પોઈઝનીંગ થવાનું કારણ જાણવા તજ્વીજ હાથ ધરી હતી તો જિલ્લા ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ જ્યાં પણ આ પ્રકારની ફરિયાદ સામે આવી હતી ત્યાં આ ખાદ્ય ચીજ વસ્તુઓના નમુના લેવાની તજવીજ ચાલી રહી છે. જોકે આ સેમ્પલ લેવાયા બાદ ક્યારે તેનો રીપોર્ટ આવશે અને કાર્યવાહી માટે લોકોને રાહ જોવી પડશે આ પહેલા અન્ય કોઈ લોકો આ પ્રકારની બેદરકારીનો ભોગ ન બને તે માટે સાવચેત થાય તે જરૂરી છે.

સાહેબ સવાલ એ છે કે વાર તેહવાર આવતા હોઈ ત્યારે શા માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગ ચેકિંગ કરી ને આ પ્રકારના વેચાણ કરતા ને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? ક્યારે લોકોને શુદ્ધ ખોરાક ખાવા મળશે,મોરબી શહેરમાં આ રીતે આડેધડ ભેળસેળ યુક્ત લોટ હોય કે મીઠાઈ કે પછી અન્ય કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુઓ વેચાણ થતું હોય છે તેમના પર કાર્યવાહી થશે કે નહી તેવા સવાલ ઉઠી રહ્યા છે શું મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ અમે જિલ્લા ફૂડ વિભાગની જવાબદારી નથી બનતી કે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેશે તેવા સવાલ ઉઠી રહતા

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW