મોરબીના આમરણ ગામ નજીક આવેલ કાંતિપુરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ ગયા સપ્તાહમાં ત્રાટકી હતી અને ત્યાંથી મોટા પાયે ખનીજચોરી પકડી પાડી હતી. આ દરોડામાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવી રહી છે તેમજ મોરબી પાસે કોસ્ટલ હાઈવે બનાવતી એજન્સી ખનીજચોરી દિલીપ બિલ્ડકોન નામની કંપનીનું નામ ખુલ્યું હતું કાંતિપુર ગામેથી ખનીજચોરી કરીને આ જ હાઇવેમાં માટી વપરાતી હતી. ખાણ ખનીજ વિભાગે આ મામલે 10 વાહનો કબજે કર્યા હતા અને દંડ માટે માપણી શરૂ કરતા 37000 ટન ખનીજચોરી સામે આવી છે. ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે આ ખનીજચોરી બદલ 1 કરોડનો દંડ ફટકારતી નોટિસ કોન્ટ્રાક્ટરના વડામથક ભોપાલ મોકલી છે.
ખાણ ખનીજ વિભાગે 19મીએ મોરબીના કાંતિપુર ગામની વીડીમાંથી ખનીજચોરી કરતા 10 વાહનો કબજે કર્યા હતા અને આ તમામ દિલીપ બિલ્ડકોનના વાહનો હોવાનું માલૂમ થયું હતું. જેને લઈને કંપનીના મેનેજરને બોલાવી આધાર પુરાવા માગતાં તેઓ જવાબ આપી શક્યા ન હતા અને આખરે ખનીજચોરી જ થતી હોવાનું સાબિત થયું હતું. જેને લઈને ખાણ ખનીજ વિભાગે જ્યાંથી ખનીજચોરી થતી હતી તે ખોદકામની માપણી કરતા કુલ 37220 મેટ્રિક ટન સાદી માટીનું ગેરકાયદે ખનન થયાનું સાબિત થયું હતું.
જેને લઈને ગુજરાત ખનીજ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રુલ્સ 2017ના નિયમ ભંગ બદલ કલમ 21 મુજબ કાર્યવાહી કરી કુલ 1,03,84,044 રૂપિયાનો દંડ કર્યો છે જેની નોટિસ દિલીપ બિલ્ડકોનના વડામથક ભોપાલ મોકલાઈ છે. આ સમાધાન રકમ ભર્યા બાદ જ ગુનાની માંડવાળ થશે. આ સિવાયની રજૂઆત માટે કંપનીને 7 દિવસની મુદત અપાઈ છે.
બિનઅધિકૃત ખનન બદલ પ્રતિ ટન 175 લેખે 37220 ટનના 65,13,506,ખોદાણ કરનાર એસ્કેવેટર મશીનની કમ્પાઉન્ડિંગ ફી 2,00,000,પર્યાવરણીય નુકસાન બદલ વળતરની રકમ 26,70,53810 ડમ્પરની કમ્પાઉન્ડિંગ ફી 10,00,000 મળી
કુલ 1, 03, 84, 044નો દંડ ફટકાર્યો હતો

