HomeGujaratવાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે યુવકનું ગળું કાપી હત્યા

વાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે યુવકનું ગળું કાપી હત્યા

રાજકોટના રૈયા ચોકડી વિસ્તારના વતની અને વાંકાનેરના મેસરિયા નજીક આવેલ સેંડબરી ફાયબર નામના કારખાનામાં રહેતા અને કલર કામ કરતા રાજકુમાર જીવલાલ પ્રજાપતિ નામના યુવકને ફેકટરીમાં સાથે કામ કરતા જીતેન્દ્રસિંહ ઉફે જેકીભાઈ મંગલસિંહ રાજપૂત નામનો શખ્સ સાથે રૂપિયાની લેતી દેતી મુદે ઝઘડો થયો હતો આ દરમિયાન ફેકટરીના કોન્ટ્રાકટર હરપાલસિંહ ભદોરિયાએ તેમને અટકાવ્યા હતા આ ઘટના બાદ રાજુ પોતાના પરિવારને મળવા જવાનું કહી એક દિવસની રજા મૂકી કારખાનેથી નીકળી ગયો હતો. આ ઘટના બાદ ગઈ કાલે અચાનક ચોટીલા બાઉન્ડ્રી પાસેથી રાજુ પ્રજાપતિ નામના યુવકની ગળું કપાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જે બાદ વાંકાનેર પોલીસે કોન્ટ્રાકટર હરપાલસિંહ ભદોરિયાનો સંપર્ક કરતા તેઓ હોસ્પિટલગયા હતા અને હોસ્પિટલ દોડી ગયા હતા અને તેની જ્યાં મૃતકની ઓળખ થયા બાદ હરપાલસિંહે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજપૂત વિરુદ્દ હત્યાની ફરિયાદ નોધાવી હતી બનાવ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.અને તેના વિરુધ્દ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW