Tuesday, October 28, 2025
HomeNationalરાહુલ ગાંધીને માન હાની કેસમાં દોષિત જાહેર કરતી સુરત કોર્ટ 2 વર્ષની...

રાહુલ ગાંધીને માન હાની કેસમાં દોષિત જાહેર કરતી સુરત કોર્ટ 2 વર્ષની કેદ ફટકારી,ઉપલી કોર્ટમાં અપીલ માટે મળ્યા જામીન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે, રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન પણ મળી ગયા છે. મહત્વનું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘બધા ચોરની અટક મોદી કેમ હોય છે?’ 

ગુજરાત મોઢ વણિક સમાજના નેતા, ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માનીની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી. ગત શુક્રવારે આ મામલે છેલ્લી સુનાવણી બાદ કોર્ટે નિર્ણય માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. 

વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો. 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page