HomeGujaratમોરબીમાં લોનનો હપ્તો ચૂકી જતા ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટ સહિત ચાર શખ્સોએ...

મોરબીમાં લોનનો હપ્તો ચૂકી જતા ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટ સહિત ચાર શખ્સોએ યુવકને લમધારી નાખ્યો

મોરબી: મોરબીના શનાળા રોડ વિસ્તારમાં આવેલ પી જી કલોલના પાછળના ભાગે આવેલ રેસીડેન્સીયલ વિસ્તારમાં રહેતા એક યુવકની મકાનની લોન ચાલુ હોય અને મહિનામાં કોઈ કારણસર હપ્તો ન ભરી શકતા યુવકને ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટે તેના ત્રણ અજાણ્યા માણસો સાથે આવી યુવકને ગાળો બોલી મુંઢમાર મારી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે યુવકે ફાયનાન્સ પેઢીની એજન્ટ સહિત નાં આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોરબીના શનાળા રોડ આવેલા સ્કાય મોલનાં સામેનાં ભાગે પી. જી. ક્લોક લીમડા પાનવાળી શેરીમાં રહેતા સંજયભાઇ ધનજીભાઇ વિડજા નામના યુવકે પોતાની માલીકીના મકાનની લોન લીધી હોય ચાલુ માસનો હપ્તો નાણાકીય સગવડ ન થતા ભરવાનો બાકી રહી ગયેલ હતો દરમિયાન યુવક પોતાની માલીકીની મહીંદ્રા કેયુવી રજી નં-GJ-03-KP-6365 વાળી લઇને પોતાની ઘરે જતા હોય તે વખતે હળવદના ધુડકોટનો વતની રૂતુરાજસીંહ જે ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટ તેમજ તથા તેની સાથે આવેલ તેના ત્રણ અજાણ્યા માણસો સફેદ કલરની ગાડીમા આવી ફરીયાદીની ગાડી આગળ પોતાની ગાડી અવરોધરૂપ ઉભી રાખી પોતાની ગાડીમાંથી ઉતરી ફરીયાદીને ભુંડી ગાળો બોલી મુંઢમાર મારી બળજબરી પુર્વક તેની ગાડીમાથી ઉતારી પોતાની ગાડીમા બેસાડી લઇ જઇ બધા માણસો ભુંડી ગાળો બોલી પ્લાસ્ટીકના પાઇપ વડે ફરીયાદીને શરીરે આડેધડ મુંઢ માર મારી મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ફરીયાદીની ફરીયાદી પર ગાડીની ચાવીનો ઘા કરી પોતાની સાથે લઇને આવેલ સફેદ કલરની ગાડીમા બેસી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે યુવકે ચારેય વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW