HomeGujaratસગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ

સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ

મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરી ટ્યુશન ક્લાસ ગઈ હતી તે વખતે ત્યાંથી ગુમ થઇ ગઈ હતી પરિવાર દ્વારા તપાસ કરવા છતાં તેનો પત્તો ન લગતા અંતે પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર જેમાંસચિન ચુનારા નામના શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી અમદાવાદ લઇ ગયા હતા અને તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સગીરાની માતાએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સચિન દીપકભાઈ ચુનારા ને ઝડપી લીધો હતો અને મોરબી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ટ્રાન્સફર થઇ ગયો હતો.જેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા આરોપી વિરુદ્ધ 4 મૌખિક પુરાવા અને 25 દસ્તાવેજ પુરાવા રજુ કર્યો હતો.તેમજ આરોપી વિરુદ્ધ સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલ અને પુરાવા આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો સાબીત થયો હતો પુરાવા અને સાક્ષીઓ આધારે સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં સચિનને સગીરા સાથે દુસ્કર્મ કેસમાં આરોપ સાબિત થતા આજે મેજીસ્ટ્રેટ ડી પી મહીડાએ ચુકાદો જાહેર કર્યો હતો અને આરોપીને આઈપીસી 363 અંતર્ગત ૩ વર્ષની કેદ અને 3000નો દંડ,આઈપીસી 366 અંતર્ગત 5 વર્ષની કેદ અને 5000 નો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત આઈપીસી 376 (2), અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 4 અને 6 અંતર્ગત 10 વર્ષ ની કેદ અને રૂ.10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

મેજીસ્ટ્રેટ દ્વારા ભોગ બનનાર સગીરાના પરિવારને રૂ 4 લાખનું વળતર તેમજ આરોપીને ફટકારવામાં આવેલ દંડ રૂ 18000 એમ કુલ 4.18 લાખ નું વળતર ચુકવવા આદેશ કર્આયો હતો પવામાં

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW