મોરબી શહેર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તાર દિન પ્રતિ દિન ભૂગર્ભ ગટરની સમસ્યા વિકરાળ બની છે જોકે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાના બદલે આસપાસના કેટલાક એપાર્ટમેન્ટ ધારકોએ ખેડૂતોની જીવાદોરીને દુષિત કરવાનું કૃત્ય કર્યું છે મોરબીના મચ્છુ 2 ડેમમાંથી નીકળીને લીલાપર રવાપર મોરબી શહેર થઇ આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે પાથરેલી કેનાલ હવે ગંદકીનો પર્યાય બની ચુકી છે.
આસપાસના કેટલાક અસામાજિક તત્વોએ પોતાના ઘરની ભૂગર્ભ ગટરની લાઈન આ કેનાલ સાથે જોડી દેતા કેનાલમાં ભૂગર્ભ ગટરનું પાણી ભરાય ચુક્યું છે જેના અવની ચોકડી થી છેક દલવાડી સર્કલ સુધીના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને તેના કારણે અહી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.તેમજ અહી 24 કલાક અતિશય દુર્ગંધ આવતી હોય જેના કારણે અહીંથી પસાર થવું પણ પડકાર જનક બન્યું છે
સિંચાઈ વિભાગ હસ્તકની આ કેનાલમાં સફાઈ નિયમિત થતી નથી તેમજ આ રીતે કોઈ અસામાજિક તત્વ દ્વારા કેનાલમાં જ સીધી ભૂગર્ભ ગટરનું કનેક્શન જોડી દીધું હોય તેમ છતાં આજ દિન સુધી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી ત્યારે એક તરફ દુર્ગધ યુક્ત પાણી ભરેલ કેનાલથી સ્થાનિકોને પસાર થવું મુશ્કેલ થઇ પડ્યું છે તો બીજી તરફ જો આગામી દિવસોમાં કેનાલ માંથી ઉનાળુ પાક માટે પાણી છોડવામાં આવશે ત્યારે આ ભૂગર્ભ ગટરનું પાણી ભળતા પાકને નુકશાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે

