HomeGujaratમાળીયા મી.નાં ગુલાબડી અગર મા અગરિયાઓ ના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ...

માળીયા મી.નાં ગુલાબડી અગર મા અગરિયાઓ ના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

માળીયા (મી.)ગુલાબડી અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ,પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ,બીપી તપાસ,હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પમાં 196જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ન્યુરોસર્જન ,ઓર્થોપેડીક સર્જન,કાડિયોલોજી,જનરલ સર્જન,યુરો સર્જન આયુષ હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી.બાવરવા ,એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો. પ્રીતિબેન,એમ.પી.એચ.ડબલ્યુ અશ્વિન ઓગાણજા તથા એમની ટીમ અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ સહયોગ આપ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW