HomeGujaratમોરબીમાં સગીરાના બીભત્સ વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરનાર ત્રણેય આરોપીને કોર્ટે ફટકારી ૭થી૨૦...

મોરબીમાં સગીરાના બીભત્સ વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરનાર ત્રણેય આરોપીને કોર્ટે ફટકારી ૭થી૨૦ વર્ષની કેદ

મોરબીના પોશ એરીયામાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને મિત સીરોહિયા,હર્ષ ઉર્ફે જીગો સાણદિયા તેમજ આર્યન સોલંકી નામના ત્રણ માનસિક વિકૃત શખ્સે સાથે મળી કાવતરું રચ્યું હતું. જેમાં એક આરોપીએ સગીરાની ફ્રેન્ડના ઈન્સ્ટાગ્રામ થકી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી બીજા એક આરોપીએ ઈન્સ્ટગ્રામમાં નકલી આઈડી બનાવી સગીરાના બીભત્સ ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા જે મિત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું જેમા પ્રથમવાર રૂપિયા માંગવાનું શરુ કર્યું હતું. ટુકડા ટુકડા સમયે રૂ ૧૬,૦૦૦ રોકડા ઉઘરાવી લીધા હતા. આ રુપીયાથી પણ હજુ આરોપીઓને સંતોષ નહી થતા આરોપીઓએ એન કેન રીતે સગીરાને ઘરથી દુર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.તેમજ ધાકધમકી આપી આરોપીઓએ અન્ય કૃત્ય પણ કર્યા હતા આ બનાવની જાણ સગીરાના પરિવારને થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, જે બાદ સગીરાના પિતાએ આરોપીઓને વિરદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં આરોપી મિત શીરાહોયા, હર્ષ ઉર્ફે જીગો સાણદિયા તેમજ આર્યન સોલંકીવિરદ્ધ ફરિયાદ નોધાવી હતી પોલીસે ઘટનાંની ગંભીરતાને ધ્યાને લઇ તુરત આરોપીઓની અટકાયત કરી હતી અને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા ઘટનામાં પોલીસે સમય મર્યાદામાં આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જ સીટ ફાઈલ કરીહતી એજ બાદ કેસ પોક્સો કોર્ટમાં કેસ ટ્રાન્સફર થઇ જતા સ્પેશ્યલ પોકસો કોર્ટમાં હિયરીંગ ચાલ્યું હતુ .ફરીયાદી તરફી સરકારી વકીલ સંજય સી દવે દ્વારા ધારદાર દલીલ અને પુરાવા રજુ કર્યા હતા જેમાં ૨૧ મૌખીક સાક્ષી તેમજ ૪૫ દસ્તાવેજ પૂરાવા રજુ કર્યા હતા સરકારી વકીલની દલીલ અને પુરાવા અધારે ત્રણેય આરોપીઓ વિરુદ્દ્ધ ગુન્હો સાબિત થતા કોર્ટે આરોપીઓ વિરુધ્ધ સજા સંભળાવી હતી જેમાં

પ્રથમ આરોપી મિત ચંદુભાઈ શિરોહિયા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ ૨૦૧૨ની કલમ ૩ એ અંતર્ગત ગુનેગાર માની ૭ વર્ષની કેદ અને રૂ ૧૦ હજારનો દંડ તેમજ પોક્સો એકટ હેઠળ ૩ વર્ષની કેદ અને ૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો તો બીજા આરોપી હર્ષ ઉર્ફે જીગો કાન્તીભાઈ સાણદિયા પોકસો એકટ હેઠળ ગુનગાર સાબિત થતા તેને ૧૦ વર્ષની કેદ અને ૧૫,૦૦૦ દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત ત્રીજા આરોપી આર્યન શબીરભાઈ સોલંકી વિરુદ્દ્ધ આઈપીસી ૩૭૬ (૨)જે તેમજ પોક્સો એકટ હેઠળ ગુનેગાર માની ૨૦ વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો

આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને રૂ ૧ લાખ તેમજ આરોપીનો દંડ ૫૫ હજાર એમ કુલ ૧લાખ ૫૫ હજાર વળતર પેટે આપવા આદેશ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW