HomeGujaratમાળિયા,હળવદના ચીફ ઓફિસરની બદલી વાંકાનેરમાં ગીરીશ સરૈયાની નિમણુક

માળિયા,હળવદના ચીફ ઓફિસરની બદલી વાંકાનેરમાં ગીરીશ સરૈયાની નિમણુક

રાજ્યની વિવિધ નગરપાલિકામાં ફરજ બજાવતા ૪૨ નગરપાલિકાનાચીફ ઓફીસરની રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા બદલીના ઓર્ડર કર્યો છે. આ બદલીમાં મોરબી જીલ્લાની ૨ નગરપાલિકા માળિયા મિયાણા અને હળવદ નગર પાલિકાના ચીફ ઓફિસરની બદલી થઇ છે તો છેલ્લા કેટલાય સમયથી ખાલી પડેલી વાંકાનેર નગર પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ભરાઈ છે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયાની નિમણુક કરવામાં આવી છે માળીયા નગર પાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાની કઠલાલ બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ હાલ કોઈની નિમણૂક કરાઈ નથી. જ્યારે હળવદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની ડીસા બદલી કરાઈ છે. અને તેમની જગ્યાએ કેશોદ ફરજ બજાવતા નીલમબેન ઘેટિયાને હળવદ મૂકવામાં આવ્યા છે.

બીજી તરફ ઝુલતા પુલ દુર્ઘટના બાદથી સસ્પેન્ડ સંદીપસિંહની જગ્યા એ મોરબી જીલ્લાની સૌથી મોટી મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણુક કરવામાં ન આવતા હાલ મોરબી નગરપાલિકા ધણી ધોરી વિનાની થઇ ચુકીં છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW