HomeGujaratમોરબીમાં ખૂટીયો આડે ઉતરતા બાઈક સ્લીપ થયુંને સગીરનો જીવ ગયો,

મોરબીમાં ખૂટીયો આડે ઉતરતા બાઈક સ્લીપ થયુંને સગીરનો જીવ ગયો,

મોરબી નગરપાલિકા વિસ્તારમાં ૪ મહિના કરતા પણ વધારે સમયથી રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ છે જેના કારણે રસ્તા પર વાહનકરતા રખડતા ઢોરનું પ્રામાણ વધારે હોય તેમ લાગે છે આવા જ એક રખડતા ઢોરના કારણે ૧૭ વર્ષના સગીરનો જીવ ગયો હતો બનાવની મળતી માહિતી મુજબ મોરબી જાંબુડીયાના વતની અને સિરામિકમાં મજુરી કામ કરતા દિનેશભાઈ અવચરભાઈ સાલાણી નામના શ્રમિકનો ૧૭ વર્ષનો દિકરો અજય તેના મિત્ર સાહિલ નરેજા સાથે બાઈકમાં નાસતો કરવા નીકળ્યો હતો. બાઈક લઈને જતા હતા તે દરમિયાન નવા બસ સ્ટેશન પાસે અચાનક ખૂટી યો આડે ઉતરતા બાઈક તેની સથે અથડાયું હતું જેના કરને સાહિલે બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક નીચે પડી ગયું હતું બનાવમાં અજય નીચે પડ્યો હતો અને ફૂટપાથ તેમજ સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાતા અજયને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતી જ્યાં સારવાર કારગત ન નીવડતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી અમદાવાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બનાવ અંગે એ ડીવીઝન પોલીસે બાઈક ચાલક વિરુધ્દ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

પોલીસે બેદરકારી પૂર્વક વાહન ચાલવવનાર બાઈક ચાલક વિરુધ્ધ ગુન્હો નોધાયો છે જોકે રસ્તે રખડતા ઢોર પકડવાની જવાબદારી સ્થાનિક નગરપાલિકાની હોય પરંતુ પાલિકા તંત્રે બેદરકારી દાખવી ઢોર પકડવાની કામગીરીની ન કરનાર પાલિકા તંત્ર વિરુદ્ધ ક્યારે ગુન્હો દાખલ કરવાની થશે તે પણ એક સવાલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW