HomeGujaratટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગા પિતાએ દીકરી પર જ દુષ્કર્મ આચરી મારમાર્યો,...

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગા પિતાએ દીકરી પર જ દુષ્કર્મ આચરી મારમાર્યો, પોલીસ ફરિયાદ

ટંકારા તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતી 5 વર્ષ પહેલા સગીર વયની હતી તે સમયે તેના સગા પિતાએ તેને હવસની શિકાર બનાવી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે તેમજ અવાર નવાર મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ મથકમાં નોધાતા ચકચાર મચી ગઈ હતી બનાવ અંગે યુવતીની ફરિયાદ આધારે પોલીસે આરોપી પિતાની શોધખોળ હાથ ધરી છે
બનાવની મળતી મહિતી મુજબ ટંકારા પોલીસ મથકના મહિલા કોન્સટેબલ પુજાબેન ડાંગર જ્મદાર વિજયભાઈ અને રણુભા ઝાલા રેગ્યુલર પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે આ ગામમા પહોચતા 18 વર્ષની યુવતી ડરેલી હાલતમાં પોલીસ સ્ટાફને મળી હતી અને પોતાને ઘરે ગમતું ન હોય ઘરેથી લઇ જવા પોલીસને જણાવતા પોલીસે સખી સેન્ટરનો સંપર્ક ક્ર્ત્યો હતો જે બાદ સખી સેન્ટરની ટીમે યુવતીનો ક્બ્જોએ મેળવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું આ દરમિયાન ચોકાવનારી હકીકત સામે આવી હતી જેમાં યુવતી સગીર વયની હતી તે સમયથી તેના પિતાએ તેનું શારીરીક શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ તેની સાથે મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો બનાવ આધારે ટંકારા પોલીસે તત્કાલીક યુવતીની ફરિયાદ નોધી હતી અને આરોપી પિતા વીરુદ્ધ આઈપીસી 376 (2) ,323,506 અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પિતાને ઝડપી લેવા તજ્વીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW