HomeGujaratમોરબીમાં દુકાનના તાળા તોડી પાન-મસાલાની ચોરીના ગુનામાં ફરાર વધુ એક શખ્સ ઝબ્બે

મોરબીમાં દુકાનના તાળા તોડી પાન-મસાલાની ચોરીના ગુનામાં ફરાર વધુ એક શખ્સ ઝબ્બે

મોરબીનાં સનાળા રોડ પર આવેલ સમય ગેટ પાસે આવેલ બજરંગ સેલ્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો તાળા તોડી પાન મસાલા સોપારી સિગારેટ સેમ્પુ જેવી અનેક નાની મોટી ચીજ વસ્તુઓ મળી 1.54 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ બનાવમાં જેતે સમયે પોલીસે 4 શખ્સને ઝડપી લીધા હતા, અને ચોરાયેલા મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ બનાવમાં એક આરોપી ફરાર હતો, જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ શખ્સ રવાપર ઘુનડા રોડ વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, દરમિયાન આરોપી બાતમી વાળી જગ્યાએ આવતા તેને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતાં પોતાનું નામ સુરેશ ઉર્ફે કેકડો અશોકભાઈ ગાવડિયા અને જેતપુરના જાગૃતિ સોસાયટીમાં રહેતા હોવાનું જણાવ્યુ હતુ. આરોપીની પૂછરછમાં તેને અન્ય શખ્સ સાથે મળી બજરંગસેલ્સ એજન્સીમા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે કબૂલાત આધારે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપી વિરૂદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં હત્યાનો ગુન્હો નોંધાયો હતો આ ઉપરાતં રાજકોટ જિલ્લાના કુવાડવા પોલીસ મથક જેતપુર પોલીસ મથકમાં ભાવનગર જિલ્લામાં આવેલ નિલમબાગ પોલીસ મથકમાં ભરૂચમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસની ઝપટમાં આવી ગયો હતો તો સાણદ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં હજુ ફરાર હોવાનુ બહાર આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW